પૂર્વ એડમિરલ એલ રામદામ, પૂર્વ એડમિરલ અરુણ પ્રકાશ અને આઈએનએસ વિરાટના તત્કાલીન કમાન્ડર ઓફિસર વિનોદ પસરીયાએ મોદીના દાવાને ખોટો ગણાવ્યો. એડમિરલ રામદાસે ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી, જેમાં તેમને જણાવ્યું કે રાજીવ ગાંધીની લક્ષ્યદીપ યાત્રા અધિકારીક હતી, તે કોઈ પીકનીક ના હતી.
તેમને કહ્યું કે રાજીવ ગાંધી પત્ની સોનિયા ગાંધી સાથે ત્રિવેન્દ્રમથી લક્ષદ્વિપ જવા માટે આઈએનએસ વિરાટ પર સવાર થયા હતા. તેઓ ત્રિવેન્દ્રમમાં નેશનલ ગેમ પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશનના ચીફ હતા. તેમને આઇલેન્ડ ડેવલોપમેન્ટ ઔરથોરિટી સાથે મિટિંગની અધ્યક્ષતા કરવા માટે લક્ષદ્વિપ જવાનું હતું
પૂર્વ એડમિરલ રામદાસે કહ્યું કે સદન નેવલ કમાન્ડિંગ ચીફ હોવાને કારણે હું પણ આઈએનએસ વિરાટ પર હતો. ફ્લીટ અભ્યાસ માટે બીજા ચાર જહાજો પણ વિરાટ પર હતા. મેં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી માટે ડિનરનું આયોજન કર્યું હતું, તેના સિવાય વિરાટ પર બીજી કોઈ પાર્ટી થઇ ના હતી. ત્યાં કોઈ વિદેશી વ્યક્તિ ના હતું. એડમિરલ રામદાસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી હેલીકૉપટર ઘ્વારા સ્થાનીય લોકોને મળવા માટે ગયા હતા. પરંતુ તેમની સાથે રાહુલ ગાંધી ના હતા.