વિકાસનો ઢીંઢોરો પીટતા ગુજરાતમાં આજે પણ જાતપાતના ભેદભાવ જોવા મળે છે. તાજેતરમાં જ મહેસાણા જિલ્લાના લોર ગામમાં રહેતા દલિત પરિવાર સાથે પણ આવી જ એક ઘટના બની છે. દલિત પરિવારમાં લગ્નનો માહોત તો, વરરાજો ઘોડી ચઢ્યો હતો, પરંતુ પંચાયતે તેમના લગ્ન સંબંધની ખુશીઓને દુ-ખમાં ફેરવી દીધી. લગ્ન બાદ ગામમાં એક પંચાયત મળી હતી અને અુસૂચિત જાતિના લોકોનો સામાજિક બહિષ્કાર કરી દીધો. સાથે જ સમુદાયના લોકો સાથે વાતચીત કરવી કે તેમની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર રાખનારાઓને 5000 રૂપિયાનો દંડ લગાવવાની પણ ઘોષણા કરી છે.
લોર ગામની ઘટના
જાણકારી મુજબ મામલો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લોર ગામનો છે. જ્યાં મંગળવારે ગામના મેહુલ પરમારના લગ્ન હતાં. પરિજનોએ ઘોડી પર બેસી મેહુલ પરમારની જાન કાઢી હતી. જેનાથી બીજી જાતિઓના લોકો નાખુશ હતા. ગામના સરપંચ વિનૂજી ઠાકોરે ગામના અન્ય નેતાઓ સાથે ફરમાન જાહેર કરી ગ્રામજનોને દલિત સમુદાયના લોકોનો બહિષ્કાર કરવા કહ્યું છે
મેહુલ પરમાર ઘોડી ચઢવા પર સરપંચ વિનૂજીએ દલિતોના સામાજિક બહિષ્કારની ઘોષણા કરી છે. આ ઉપરાંત સમુદાયના લોકો સાથે વાતચીત કરવા અથવા તેમની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર રાખવા પર 5000 રૂપિયાનો દંડ ફટકારવાની પણ ઘોષણા કરી હતી. પીડિતોએ મંગળવારે પોલીસ ઉપરી અધિકારી મંજીત વણજારાને ફોન પર બધી વાત જણાવી હતી. જે બાદ ગામ પહોંચેલ વણજારાએ બધી જાણકારી મેળવી . મીડિયા સાથે વાતચીત કરતા મંજીત વણજારાએ જણાવ્યું કે 7મી મેના રોજ મેહુલ પરમારની જાન ગામમાંથી પસાર થઈ રહી હતી. પરમાર દલિત હોવાથી ગામના કેટલાક આગેવાનોએ ઘોડી ચઢવા પર વાંધો ઉઠાવ્યો હતો અને દલિત સમુદાયના લોકોને તેમની હદ પાર ન કરવાની ચેતાવણી આપી હતી. તેમણે જણાવ્યું કે આગલા દિવસે પ્રમુખ ગ્રામીણોએ દલિતોનો સામાજિક બહિષ્કાર કરવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત સમુદાયના લોકો સાથે વાતચીત કરવા અથવા તેમની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર રાખવા પર 5000 રૂપિયાનો દંડ ફટકારવાની ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું કે ગામના સરપંચ વિનૂજી ઠાકોરની ધરપકડ ઉપરાંત અન્ય ચાર વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.