વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં ફરીવાર તીન તલાક બીલ પાસ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

લોકસભામાં The Muslim Women (Protection of Rights on Marriage) Bill, 2019 પાસ થઇ ગયું છે. કોંગ્રેસ DMK, NCP સહિતના વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો. જ્યારે TMC અને સરકારની સહયોગી પાર્ટી JDUએ ગૃહમાંથી વોક આઉટ કર્યું. આ બીલ ગત લોકસભામાં પણ પાસ થયું હતું પરંતુ રાજ્યસભામાં આ બીલ અટકી ગયું હતું અને તે બાદ 16મી લોકસભાનો કાર્યકા પૂર્ણ થયા બાદ સરકાર કેટલાંક ફેરફારો સાથે ફરીથી બીલ લઇને આવી છે. હવે સરકાર સામે આ બીલને રાજ્યસભામાં પાસ કરવું પડકાર બની રહેશે કારણ કે રાજ્યસભામાં NDA પાસે પૂર્ણ બહૂમતી નથી.

આ પહેલા લોકસભામાં આજે તીન તલાક બીલ પર લાંબી ચર્ચા થઇ. આ બીલમાં તીન તલાકને ગેરકાનુની બનાવીને 3 વર્ષની સજા અને દંડની જોગવાઇ સામેલ છે. લોકસભામાં બીલને વિચાર માટે રજૂ કરવાના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યા. તીન તલાક બીલને રજૂ કરવાનો પ્રસ્તાવ પસાર થઇ ગયો.