સહકારી મંડળી સુધારા વિધેયક પાછું ખેંચવાની માંગ સાથે કોંગ્રેસેનું વોકઆઉટ

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાત વિધાનસભામાં આજે રાત્રે સાડા આઠ વાગ્યા પછી સરકાર દ્વારા ગુજરાત સહકારી મંડળી સુધારા વિવેક દાખલ કરાવ્યું હતું. તેની ચર્ચા માં કોંગ્રેસે મોટા પાયે વાંધો ઉઠાવ્યો હતો, હવે પસાર થવાથી ખાનગી હાથોમાં સત્તા જતી રહેશે એવો ડર કોંગ્રેસને છે આથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહકારી મંડળી સુધારા ને પાછો ખેંચી લેવાની માગણી કરી હતી.

જેનો સરકાર ઇનકાર કર્યો હતો આથી કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને વિધાનસભા માંથી વોકઆઉટ કર્યું હતું. ત્યારબાદ તમામ ધારાસભ્યો વિધાનસભાની ગેલેરીમાં પણ ફર્યા હતા અને સરકારના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યો હતા.

અત્રે નોંધનીય છે કે આ બજેટ સત્ર દરમિયાન એક પણ વખત કોઈ મોટી ઘટના બની નથી કે વોક આઉટ અથવા તો ગુજરાતી સૂત્રોચ્ચાર પણ થયા નથી. ગત વર્ષે અગાઉ પણ અનેક વખત કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો તેમજ વિધાનસભામાં અવાર-નવાર હોબાળો અને તોફાનો થતા હતા. પરંતુ આ વખતે વિધાનસભા સત્ર કાલે પૂરું થઈ રહ્યું છે. તેના આગલા દિવસે જ કોંગ્રેસે સરકાર વિરોધ કરીને હોબાળો કર્યો હતો.