હિમા દાસની સિદ્ધી પર ટ્વીટ કરી ફસાયા સદગુરૂ, એક શબ્દને લઇને થયા ટ્રોલ

ખેલ-જગત દેશ-વિદેશ ધર્મદર્શન મુખ્ય સમાચાર

મહિલા એથલિટ હિમાદાસે ચેક રિપબ્લિકમાં આયોજીત ટ્રેક એન્ડ ફિલ્ડમાં 21 દિવસમાં 6 સૂવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપલબ્ધીના કારણે હિમા આજે સમગ્ર ભારતમાં ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી બની છે. 

તમામ ક્ષેત્રના દિગ્ગજો તેની આ અભૂતપૂર્વ સિદ્ધીને બિરદાવી રહ્યાં છે અને શુભેચ્છા તેમજ આર્શીવાદ આપી રહ્યા છે. પરંતુ આધ્યાત્મિક ગુરૂએ ગોલ્ડન ગર્લ હિમા દાસની પ્રશંસા અને આર્શીવાદ આપતા એવી ટ્વીટ કરી કે, જેના કારણે તેઓ વિવાદમાં સપડાઇ ગયા, લોકોએ તેમની મજાક કરવાની શરૂ કરી દીધી.

ટેકનીકલ રૂપે જોવામાં આવે તો તેમની આ ટ્વીટમાં કશું ખોટું નથી, પરંતુ ભાષામાં થતા શબ્દોના જુદા અર્થને આધારે જોવામાં આવે તો, કોઇ પણ સમ્માનિત વ્યક્તિ માટે આપમાનજનક છે. આ ટ્વીટને લઇને સોશ્યલ મીડિલા પરના લોકો બે ભાગમાં વહેંચાય ગયા છે, કોઇ આ ટ્વીટને સારી તો કોઇ ખરાબ માને છે. 

સદગુરૂએ ગોલ્ડન ગર્લ હિમા દાસને શુભેચ્છા આપતા જણાવ્યુ કે, Hima Das, a Golden shower for India. Congratulations and 

સદગુરુએ આ 6 સૂવર્ણ પદક માટે સિક્કાની વરસાદને બદલે અંગ્રેજીમાં ગોલ્ડન સાવર શબ્દ લખ્યો. જે શબ્દનો ઉપયોગ અંગ્રેજીમાં એક ખરાબ શબ્દ તરીકે કરવામાં છે. 

સદગુરૂએ આ શબ્દ જાણી જોઇને લખ્યો હોય એવુ માનવામાં આવતુ નથી, તેથી કેટલાક લોકો સદગુરૂની ટ્વીટમાં લખાયેલ આ શબ્દને ભૂલથી લખાય ગયો હોવાનું માને છે, જ્યારે બીજા લોકો તેમની આ ટ્વીટને ખોટી રીતે સમજી રહ્યા છે, અને કંઇક લોકો બચાવી પણ રહ્યા છે. 

વિરોધ કરનારાઓનું માનવું કે, સદગુરૂ જેવા આધ્યાત્મિક લોકો આવી અશિષ્ઠ ભાષા કઇ રીતે વાપરી શકે ? બીજી તરફ તેમનો આદર કરવા વાળા લોકો માને છે કે, તેમની આ ટ્વીટના ગોલ્ડન શાવર વિશેષણનો ઉપયોગ તેમના શબ્દોના અર્થના રૂપે કર્યો છે. 

આના પહેલા પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉદિત રાજ પણ હિમા દાસ વિશેની એક કથીત ટીપ્પણીના કારણે વિવાદમાં સપડાય ગયા હતા. તેમણે ટ્વીટ કર્યુ હતુ કે, જો હિમા દાસની સરનેમ દાસની જગ્યાએ મિશ્રા, તિવારી, શર્મા, હોત તો સરકાર કરોડો રૂપીયાની સહાય આપતી પરંતુ મીડીયા પણ છવાયેલી રહેતી.