સમગ્ર રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, આ 2 દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યમાં આખરે વરસાદે માહોલ જામ્યો છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર ઇનિંગ રમી છે. તો આજે અમદાવાદ, ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદે આગમન કર્યું. વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ 28 ટકા

અમદાવાદમાં આગામી બે દિવસ વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે. તો સમગ્ર રાજ્યમાં 28 અને 29મીએ ભારે વરસાદ પડશે તેવું અનુમાન છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ 28 ટકા છે. આગાહી પ્રમાણે 28 અને 29 જુલાઈનાં અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, મહિસાગર, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે.

તો ગાંધીનગર, દક્ષિણ ગુજરાતનાં તાપી, સુરત વલસાડ અને દમણમાં, તેમજ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે.