ભારતીય ટીમની જર્સી પર હવે નહીં દેખાય ઓપ્પો, આ કંપની બની ટીમ ઇન્ડિયાની નવી સ્પોન્સર

ખેલ-જગત મુખ્ય સમાચાર

વેસ્ટઈન્ડીઝ પ્રવાસ પછી સપ્ટેમ્બરથી ભારતીય ટીમની જર્સી પર ચાઇનાની મોબાઇલ કંપની ઓપ્પોનું નામ હવેથી જોવા મળશે નહીં. ઑનલાઇન ટેક્નોલોજી અને શિક્ષણ આપતી બાયજૂસ (Byju’s) ભારતીય ટીમની મુખ્ય સ્પોન્સર બની છે. માર્ચ 2017માં પાંચ વર્ષ સુધી 1079 કરોડ રૂપિયાનો કરાર કરનારી ઓપ્પો કંપની પોતાના રાઇટ્સ બેંગલોર સ્થિત કંપની બાયજૂસ (Byju’s)ને મળ્યા છે, જે શિક્ષણ અને ટેકનોલોજીનાં મુદ્દે ઑનલાઇન ટ્યૂશન આપે છે.

ઓપ્પોએ માર્ચ 2017માં આ અધિકાર ખરીદ્યો હતો

સૂત્રોનાં પ્રમાણે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ઓપ્પોએ આ નિર્ણય લીધો હતો કે જલદી બાઈજૂસને ભારતીય ટીમનાં અધિકાર આપશે, કેમકે તેમનું માનવું છે કે 2017માં ટીમ ઇન્ડિયાની જર્સી રકમ ઘણી મોંઘી હતી જે વર્તમાનમાં કંપની માટે યોગ્ય નથી. ઓપ્પોએ માર્ચ 2017માં 5 વર્ષ સુધી 1079 કરોડ રૂપિયામાં આ અધિકાર ખરીદ્યો હતો. બાયજૂની સ્થાપના કેરળનાં ઉદ્યોગપતિ બાયજૂ રવિચંદ્રને કરી છે અને ઇન્સ્ટ્રીમાં તેની કિંમત 38,000 કરોડ રૂપિયાની છે.

ટીમ ઇન્ડિયાની જર્સીથી ઓપ્પોનો લોગો હટી જશે

થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ આની પેરન્ટ કંપની છે. છેલ્લા બે અઠવાડિયાથી ઓપ્પો કંપની આના પર કામ કરી રહી છે. જેના કારણે આશા કરવામાં આવી રહી છે કે વેસ્ટઈન્ડીઝ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયાની જર્સીથી ઓપ્પોનો લોગો હટી જશે અને સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં બાયજૂસનાં લોગોવાળી જર્સીનાં સાથે ભારતીય ટીમ મેદાને ઉતરશે. આના પર બીસીસીઆઈનાં એક અધિકારીએ કહ્યું કે આ ડીલમાં બીસીસીઆઈને એટલી જ રકમ મળશે જેટલી ઓપ્પો કંપની આપી રહી હતી. આમાં તેને કોઈ નુકસાન નહીં થાય. આ ડીલ માર્ચ 2022 સુધી ચાલશે.