સ્વીડનની 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેેટા થનબર્ગે યુનાઇટેડ નેશન્સની ઉચ્ચ સ્તરીય કલાયમેન્ટ એકશન કમિટી દરમિયાન મહાસચિવ એન્તાનિયો ગુતારેસ સહિત વિશ્વના મોટા નેતાઓ સમક્ષ બોલવાનું શરૂ કર્યુ તો તેમને અંદાજ ન હતો કે આ કિશોરી પોતાના પ્રશ્રોથી સૌને હેરાન કરી નાખશે.
ગ્રેટાએ જણાવ્યું હતું કે યુવાનોને હવે સમજ પડી ગઇ છે કે કલાયમેટ ચેન્જ મુદ્દે તમે અમારી સાથે છેતરપિંડી કરી છે અને તમે હજુ પણ આ અંગે કંઇ પણ નહીં કરશો તો આગામી પેઢી તમને ક્યારેય પણ માફ નહીં કરે. ગ્રેટાના આ ભાષણની યુએનના વડાએ પણ પ્રશંસા કરી હતી
ગુસ્સામાં પ્રવચન કરી રહેલા ગ્રેટાએ જણાવ્યું હતું કે તમે અમારા સ્વપ્નો, અમારા બાળપણને ફક્ત પોકળ શબ્દોેથી છીનવી લીધું. જો કે હું હજુ પણ નસીબદાર છું પરંતુ લોકો સહન કરી રહ્યાં છે, મરી રહ્યાં છે, સંપૂર્ણ ઇકો સિસ્ટમ નાશ પામી છે.
તેમણે વિશ્વના નેતાઓ પર ક્લાયમેન્ટ ચેન્જ મુદ્દે કંઇ પણ ન કરવાનો આરોપ મૂક્યો છે. પોતાના ભાષણ દરમિયાન ગ્રેટા લાગણીવશ થઇ જાય છે અને જણાવે છે કે તમારા કારણે અમે નિષ્ફળ થઇ ગયા છે. યુવાનોનું માનવું છે કે તમે તેમની સાથે છેતરપિંડી કરી છે. યુવાનોની નજર તમારા પર છે.
જો તમે અમને ફરી નિરાશ કરશો તો અમે તમને ક્યારેય પણ માફ નહીં કરીએ. અમે તમને જવા નહીં દઇએ. તમારે હમણા જ આ અંગે લાઇન ખેંચવી પડશે. વિશ્વ બદલાઇ ગયું છે અને વસ્તુઓ ઝડપથી બદલાઇ રહી છે પછી ભલે તમને તે પસંદ પડે કે ના પડે.