પ્રાપ્ત માહિતી મુજબ કોર્ટે તેમને વેસ્ટર્ન ટોઈલેટ વાપરવાની તથા ઘેર બનેલું ભોજન ખાવાની મંજૂરી આપી છે. દિલ્હી કોર્ટના આદેશાનુસાર ઈડીએ તિહાડ જેલમાંથી ચિદમ્બરને કસ્ટડીમાં લીધા હતા. 21 ઓગસ્ટે સીબીઆઈ દ્વારા ધરપકડ થયા બાદ ચિદમ્બરમને તિહાડ જેલમાં રાખવામાં આવ્યાં હતા. આ પહેલા દિલ્હી કોર્ટના આદેશાનુસાર ઈડીએ ચિદમ્બરમ્ની બે કલાકની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી. ચિદમ્બરમ્ની પૂછપરછ કરવા માટે ઈડીના અધિકારીઓ બુધવારે સવારે તિહાડ જેલ પહોંચ્યા હતા અને તેમણે લગભગ બે કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી.
ઈડીએ આઈએનએક્સ કેસમાં ચિદમ્બરમ સામે મની લોન્ડરિંગના આરોપની તપાસ કરી રહી છે. ઈડીના અધિકારીઓની સાથે ચિદમ્બરમની પત્ની નલિની અને પુત્ર કાર્તિ પણ તિહાડ જેલ આવ્યા હતા. ઈડીએ ચિદમ્બરમની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. ઈડીના અધિકારીઓએ કહ્યું કે, ઈડીએ સ્થાનિક કોર્ટના આદેશાનુસાર આ કાર્યવાહી કરી છે.
નિરવનો જેલવાસ લંબાયો:
બીજી બાજુ ભારતના ભાગેડુ નિરવ મોદીની કસ્ટડી પણ લંબાવાઈ છે. લંડન કોર્ટે નિરવ મોદીની કસ્ટડી 11 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. કસ્ટડીની નિયમિત સુનાવણી માટે લંડનની જેલમાંથી વીડિયો લિંક દ્વારા કોર્ટમાં તેઓ હાજર રહ્યાં હતા. વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ જજ નીના તેમ્પિયાએ પુષ્ટિ કરી કે મોદીના પ્રત્યર્પણ મામલે સુનાવણી આગામી સુનાવણી 11થી 15મે ની વચ્ચે થવાની છે અને તેમણે દર 28 દિવસમાં વીડિયો લિંક દ્વારા સુનાવણીમાં હાજર રહેવું પડશે.

