અયોધ્યામાં રામ જન્મભૂમિના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે. આ મામલાનો ચુકાદો 4 થી 17 નવેમ્બરની વચ્ચે આવશે તેવી અટકળો વચ્ચે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની વિદેશયાત્રા રદ કરી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે અયોધ્યા વિવાદમાં સુનાવણી કરનાર બેન્ચનુ નેતૃત્વ પણ ગોગોઈ કરી રહ્યા છે. 17 નવેમ્બરે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલા તે દક્ષિણ અમેરિકાના દેશો, મધ્યપૂર્વના દેશોના પ્રવાસે જવાના હતા. જોકે હવે તેમણે આ ટુર રદ કરી છે.
ગોગોઈ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સુપ્રીમ કોર્ટના 46મા ચીફ જસ્ટિસ બન્યા હતા. સુપ્રીમ કોર્ટે રામ મંદિરના મુદ્દે રોજે રોજ સુનાવણી કરવાનો આદેશ આપીને ગઈકાલે જ સુનાવણી પુરી કરી નાંખી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આખા દેશની નજર રહેશે. ચુકાદો શું આવશે તેની લઈને અત્યારથી જ આખા દેશમાં અટકળો થઈ રહી છે.

