પશ્ચિમ બંગાળના 24 પરગણા જીલ્લામાં સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગમાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થઇ ચૂક્યા છે.
24 પરગણાના નૈહાટીમાં સ્થિત ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગનો બનાવ બન્યો હતો. જેણે ટૂંક જ સમયમાં વિકરાળ રુપ લઇ લીધુ હતું. આ ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા હતા. આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત ઉઠાવતા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કર્યા હતા, રાહત-બચાવની કામગીરી દરમિયાન અન્ય લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.
પ્રાપ્ય માહિતી મુજબ ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા રાહત-બચાવની કામગીરી સતત ચાલી રહી છે અહીં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્તકરવામાં આવી હતી, કારણ કે આગ દરમિયાન ફટાકડાના કારખાનામાં કેટલા મજૂરો કામ કરી રહ્યા હતા તેની જાણ નથી.

