નાણાંમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ નિર્મલા સિતારમણની આ પહેલી બેઠક છે. જ્યારે GST કાઉન્સિલની આ 35મી બેઠક યોજાઇ, જેમાં પરોક્ષ ખર્ચ, ઇલેક્ટ્રોનિક વાહનો વિગેરે મુદ્દાઓ પર ચર્ચા થઇ. બેઠક દરમિયાન મુખ્ય ફેરફારોમાં એક મોટો નિર્ણય તે છે કે, આધારની મદદથી રજિસ્ટ્રેશન ઘણું સરળ થઇ જશે. અત્યાર સુધીમાં લોકોએ ઘણાં પ્રકારના ડોક્યૂમેન્ટ્સ આપવા પડતા હતા પરંતુ હવે આધારની મદદથી રજીસ્ટ્રેશન સરળ થઇ જશે.
બેઠકમાં GST કાઉન્સિલે ઇલેક્ટ્રોનિક વાહનો પર GST દર ઓછા કરવાના નિર્ણયને ટાળ્યો છે. GST કાઉન્સિલે ઈ-વ્હિકલ્સ પર GST કાપના નિર્ણયને પુનર્વિચાર માટે કમિટિને પરત મોકલ્યો છે. GST કાઉન્સિલે એન્ટી પ્રોફિટિયરિંગ બોડીનો કાર્યકાળ 2 વર્ષ માટે વધારવાનો નિર્ણય કર્યો છે. GST કાપનો ફાયદો ગ્રાહકોને નહી આપનારી કંપનીઓ પર કાર્યવાહી કરશે એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી.
આ સાથે જ બેઠકમાં 2 મહિના સુધીમાં GST રિટર્ન નહી ભરવા પર ઈ-વે બીલ જનરેટ કરવા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને લાગૂ કરવાની તારીખ ટાળવામાં આવી છે. નોંધનીય છે કે, આ GST કાઉન્સિલની 35મી બેઠક છે અને મોદી સરકારનો બીજો કાર્યકાળ શરૂ થયા બાદ પહેલી બેઠક છે.