સંસદના કેટલાક ‘બાળકો’ને ધ્યાન કેન્દ્રિત કરવામાં યોગ મદદ કરી શકે છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

યોગ દિવસ નિમિત્તે દેશમાં ઠેર ઠેર યોજાયેલા કાર્યક્રમો પૈકી તામિલનાડુના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા ભાજપના મહામંત્રી અને સાંસદ રામ માધવે રાહુલ ગાંધી પર ધારદાર કટાક્ષ કર્યો હતો.

સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ વખતે મોબાઈલમાં મશગૂલ રહેવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વ્યાપક ટીકા થઈ છે ત્યારે તેના પર વ્યંગ કરતા રામ માધવે કહ્યુ હતુ કે, ભણતી વખતે કે પરીક્ષા વખતે પુસ્તકો પર ધ્યાન કેન્દ્રીત કરવુ ઘણી વખત અઘરૂં લાગે છે. તે વખતે બાળકોને ઉંઘ આવવા માંડે છે અને ઘણી વખત વિદ્યાર્થીઓ સુઈ જતા હોય છે. પણ ચિંતા કરવાની વાત નથી. સંસદમાં પણ સ્કૂલના બાળકો જેવા કેટલાક બાળકો છે. જે બાળક રાષ્ટ્રપતિના ભાષણ પર ધ્યાન કેન્દ્રીત નથી કરી શકતા તેમણે યોગ કરવો જોઈએ. જેનાથી તેમને બાળપણ દુર કરવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ કોવિંદે એક કલાકના ભાષણ દરમિયાન મોદી સરકારનો આગામી પાંચ વર્ષનો રોડ મેપ સંસદ સભ્યો સમક્ષ મુક્યો હતો ત્યારે પહેલી 24 મિનિટ રાહુલ ગાંધી મોબાઈલમાં કશું ટાઈપ કરતા નજરે પડી રહ્યા હતા. એ પછી 20 મિનિટ સુધી તેઓ પોતાની બાજુમાં બેઠેલા સોનિયા ગાંધી સાથે વાતચીત કરતા નજરે પડયા હતા.