બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યમાં ચમકી તાવના કારણે બાળકોના મૃત્યુ વિશે પ્રશ્ન પુછવાથી મીડિયા પર ભડક્યા હતા. બિહારમાં અત્યારસુધી આ તાવના કારણે 142 બાળકો મૃત્યુ પામ્યા છે અને આ આંકડો હજૂ વધી રહ્યો છે.
આ સમગ્ર બાબતમાં પ્રદેશના મુખ્યમંત્રી ચૂપ રહ્યા છે. ભાળકોના મૃત્યુથી નીતીશ સરકાર લોકોની નજરમાં છે. પરંતુ નીતીશ કુમાર કાંઈ બોલવાની તૈયારી દર્શાવતા નથી. નીતીશ કુમારને બુધવારે દિલ્હીમાં બાળકોના મૃત્યુ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો એમણે ચૂપ રહેવું પસંદ કર્યું હતું.
બીજી બાજૂ આની પહેલાં મંગળવારે નીતીશ કુમાર અને ઉપ-મુખ્યમંત્રી સુશીલ મોદીએ મૃત્યુની શરૂઆત થયા બાદ 20 દિવસે હોસ્પિટની મુલાકાત લીધી હતી. અને ત્યાં પણ તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ‘નીતીશ વાપસ જાઓ’ના નારા લગાવ્યા હતા.

