હોળીનાં એક જ દિવસે અમદાવાદીમાં ૮૦ ટન જેટલી ખજૂર વેચાશે

ગુજરાત મુખ્ય સમાચાર

હોળી ધુળેટીનાં તહેવારને હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે બજારમાં અવનવા પેકિંગમાં વિવિધ જાતની ખજૂરની આવક શરૂ થઈ ગઈ છે. હોળીનાં દિવસે ખજૂર ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. આ દિવસે લોકો ખજૂર ખાય પણ છે અને હોળીની જ્વાળામાં ખજૂર હોમવામાં પણ છે. હોળીનાં એક જ દિવસે અમદાવાદીમાં ૮૦ ટન જેટલી ખજૂર વેચાશે.