દુબઇમાં ભારે વરસાદ થઇ રહ્યો છે,જેના કારણે અહીં ચારે તરફ પૂર જેવી પરિસ્થિતી સર્જાઇ છે,દુબઇ એરપોર્ટનાં અંગર રન-વે પણ પાણીથી સંપુર્ણ ભરાઇ ગયો હતો.
જેના કારણે વિમાનોને ઉડાન ભરવામાં ઘણી મુશકેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.એર ઇન્ડીયાનાં પ્રવક્તા ધનંજય કુમારે જણાવ્યું કે દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જળબંબાકારનાં કારણે એર ઇન્ડીયાએ પોતાની 4 ફ્લીઇટ કેન્સલ કરી છે.
એર ઇન્ડીયાનાં પ્રવક્તા ડી કુમારે કહ્યું કે એર ઇન્ડીયાની ચેન્નઇ-દુબઇ ફ્લાઇટ નંબર 905 દુબઇ એરપોર્ટ પર તો કોઇક રીતે ઉતરણ કર્યું, પરંતું તેને ઉતરણ કરતા જ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.રન-વે પર પાણી ભરાવાની સ્થિતિમાં વિમાનને પાર્કિંગ એરિયામાં પાર્ક કરવા માટે લગભગ 5 કલાકનો સમય લાગી ગયો.
એર ઇન્ડીયાની કાલિકટ-દુબઇ ફ્લાઇટ નંબર 937 તો દુબઇ એરપોર્ટ પર ઉતરણ જ ના કરી શકી,ત્યાર બાદ તેને સંયુક્ત અરબ અમિરાતનાં અલ મખ્તોમ એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી અને હવે તે ફ્લાઇટ ત્યાં જ છે.
દુબઇ મિડિયા હાઉસે એક ટ્વીટ કરતા લખ્યું છે કે દુબઇમાં છેલ્લા અઢી કલાકની અંદર 150 મીમી વરસાદ થયો છે,તેના કારણે કેટલાય સ્થળોએ પૂર જેવી સ્થિતી સર્જાઇ છે, એરપોર્ટ અધિકારીઓએ કહ્યું કે રન-વે પરથી પાણી દુર કરવાનું કામ યુધ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.
પ્રવાસીઓને પોતાની ફ્લાઇટનો સમય સતત ચેક કરતા રહેવાની સલાહ સતત આપવામાં આવી રહી છે,રાહદારીઓને સતર્કતા વર્તવાની સલાહ આપવામાં આવી રહી છે, કેમ કે લોકો સર્વત્ર પાણી ભરાતા જ્યાં-ત્યાં ફસાઇ ગયા છે.