પાટીદાર નેતા હાર્દિક પટેલને પૂંજ કમિશને ફટકારી નોટીસ, GMDC દમન મામલે જવાબ રજૂ કરવા આદેશ

ગુજરાત

પૂર્વ પાસ કન્વીનર હાર્દિક પટેલને પાટીદારો પર કથિત દમના મામલે પૂંજ કમિશને જવાબ રજૂ કરવા 16 સપ્ટેમ્બરે અચૂક હાજર રહેવા નોટીસ આપી છે. આ મામલો 25 ઓગસ્ટ 2015નો છે. આ દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલનની જનસભા યોજાઈ હતી. આ સભા બાદ પાટીદારો પર થયેલા કથિત દમન મામલે સરકારે પૂંજ કમિશનની રચના કરી હતી. જી.એમ.ડી.સી. મામલે તપાસ કરી રહેલા જસ્ટિસ પૂંજ કમિશને આ મામલે જવાબ રજૂ કરવા માટે તત્કાલિન પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને અચૂક હાજર રહેવા નોટિસ આપી છે. પૂંજ સમિતીએ હાર્દિક ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા ચિરાગ પટેલ, કેતન પટેલ, સહિતના આગેવાનોને પણ નોટિસ મોકલી છે.