આ દેશે પાકિસ્તાન પર એટલા બધા પ્રતિબંધ મુક્યા કે આતંકના આકાઓ કમરેથી વાકા વળી ગયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આતંકીઓના આકા ગણાતા પાકિસ્તાન પર અમેરિકાએ વધુ એક ફટકાર લગાવી છે. અમેરિકાએ આતંકીઓની એક યાદી જાહેર કરી છે જેમાં પાકિસ્તાનના એક આતંકી સંગઠન તેહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત આશરે ૧૧ જેટલા આતંકીઓને વૈશ્વિક આતંકી જાહેર કર્યા છે. ૯/૧૧ની વરશી પૂર્વે જ અમેરિકા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં અનેક આતંકીઓ પર વૈશ્વિક સ્તરે પ્રતિબંધો મુકી દીધા છે અને વૈશ્વિક આતંકી જાહેર કરી દીધા છે. જેમાં મોટા ભાગના પાકિસ્તાની આતંકીઓ છે.

અમેરિકાની નજર હવે આ આતંકીઓને જે નાણાકીય મદદ કરી રહ્યા છે તે દેશો પર છે. જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. નાણાકીય મદદને લઇને પાકિસ્તાનને બ્લેક લિસ્ટ પણ કરાયું છે. જે ૧૧ ખુંખાર આતંકીઓને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યા છે તેમાં ફિલિસ્તીન ઇસ્લામિક જેહાદના ડેપ્યુટી જનરલ સેક્રેટરી મુહમ્મદ અલ હિંદી, ફિલિસ્તાન ઇસ્લામિક જેહાદના બાહા અબુ અલ અતા, દક્ષિણ લેબનાનનો હિઝબુલ જિહાદનો અલી કરાકે સહીત ૧૧ને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત તેહરીક-એ-તાલિબાનના આકા નૂર વલીને પણ આતંકી જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલા ટીટીપીનો વડો મુલ્લાહ ફઝલુલ્લાહ હતો જેના મોત બાદ નૂર વલી હાલ તેહરીક-એ-તાલિબાન સંગઠન ચલાવે છે જેના પર અમેરિકાએ પ્રતિબંધો મુક્યા છે. ટીટીપીએ પાકિસ્તાન અને અન્ય દેશોમાં મોટા આતંકી હુમલા કર્યા છે અને તેની જવાબદારી પણ સ્વીકારી છે. અમેરિકાએ જે પ્રતિબંધો મુક્યા છે તેનાથી હવે આ આતંકીઓ વૈશ્વિક સ્તરે ટ્રાવેલ નહીં કરી શકે આ ઉપરાંત તેની સાથે કોઇ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કોઇ નહીં કરી શકે.

આતંકીઓ જ્યાં પણ હોય તેની વિરુદ્ધ આકરા પગલા લેવા માટે અમેરિકા જે તે દેશ પર દબાણ કરશે. શક્ય છે કે હાલ ટીટીપી પાકિસ્તાનમાં પણ સક્રીય હોવાથી અમેરિકા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે આ મામલો ઉઠાવી શકે છે. આ પહેલા આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે પણ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા દ્વારા રજુઆત કરવામાં આવી હતી, આ સ્થિતિ વચ્ચે વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.