UPમાં ફોઈ-ભત્રીજાને જોરદાર ઝાટકો, ભાજપે કરી નાખી ‘ગેમ’

મુખ્ય સમાચાર રાજકીય

અખિલેશ યાદવ અને માયાવતીના સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનમાં ૨૬ માર્ચના રોજ સામેલ થયેલી નિષાદ પાર્ટીએ હવે છેડો ફાડી નાખ્યો છે અને ગઠબંધનના બદલે તે ભાજપ સાથે હાથ મિલાવે એવી શક્યતા છે. નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે કહ્યું હતું કે સપા-બસપા ગઠબંધન સાથે યુતિ થયા બાદ પણ ગઠબંધનના પોસ્ટરોમાં અમારી પાર્ટીનું નામ કે નેતાઓના ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા નહોતા. અમારી પાર્ટી માટે સીટોની જાહેરાત પણ કરવામાં આવી નથી અને એથી અમારા કાર્યકરો અને કોર કમિટીના મેમ્બરો નારાજ છે. અમે હવે સ્વતંત્ર છીએ અને અમારા ઉમેદવારો જાહેર કરશું. અમારી પાસે વિકલ્પ ખુલ્લા છે, અમે કોઈની સાથે ગઠબંધન પણ કરી શકીએ કે એકલા હાથે ચૂંટણી પણ લડી શકીએ.