બીએસએફમાં જવાનોને અપાતા ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠાવવા બદલ જવાન તેજબહાદુરને બીએસએફની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે તેજબહારુદરે વારાણસથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવાનુ નક્કી કર્યુ છે.તેજબહાદુરનુ કહેવુ છેકે, સેનામાંથી ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે ઉમેદવારી નોંધાવવાનુ નક્કી કર્યુ છે. હરિયાણાના રહેવાસી તેજબહાદુર ત્યારે લાઈમ લાઈટમાં આવ્યા હતા જ્યારે તેમણે જવાનોને આપવામાં આવતા ભોજનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમનુ કહેવુ છે કે, મોદી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરે છે.તેમનુ જોઈને જ સેનામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર પર અવાજ ઉઠાવ્યો હતો પણ મારી હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી.

