ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે પણ તેમ છતાં અમદાવાદ, સુરત અને રાજકોટમાંથી ક્ફર્યુ હટાવી લેવાયો છે અને અમદાવાદના ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવેલા એરિયાને પણ મુક્ત કરી દેવામાં આવ્યો છે. ગુજરાત કોરોનામાં ભારતમાં બીજા નંબર પર છે જે ખરેખર ચિંતનીય બાબત છે.
- ગુજરાત કોરોના મામલે ભારતમાં બીજા નંબરે
- લોકડાઉન યથાવત ક્ફર્યુ હટ્યો
- રોડ રસ્તા પર લોકોનો સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર જ લોકોનો જમાવડો
રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબક્કાવાર કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ ત્રણેય મહાનગરોમાં આજથી એટલે કે શુક્રવારથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. જોકે લોકડાઉન આ ત્રણેય શહેરો રાજ્યના અન્ય શહેરોની માફક યથાવત છે.
અમદાવાદ જમાલપુર ,ખાડીયા દારીયાપુર સહીત કલ્સટર ક્વોરોન્ટાઇ મુક્ત
અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. ત્યારે હાલ અમદાવાદના કોટ વિસ્તારના ક્લસ્ટર વિસ્તાર ક્વોરન્ટાઇન મુક્ત કરવામાં આવ્યા છે. જમાલપુર, ખાડિયા, દરિયાપુર સહિત ક્લસ્ટર ક્વોરન્ટાઇન મુક્ત કરવામાં આવ્યા છે. ક્લસ્ટર ક્વોરન્ટાઇન મુક્ત થતા જ લોકો ઘરની બહાર નીકળી પડ્યા છે. રોડ રસ્તા પર સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ગુજરાત કોરોનાના આંકડામાં ભારતમાં નંબર 2 પર છે
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 લોકના મોત થયા છે અને 217 જણા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક 112 પર અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2624 પર પહોંચી છે. ગુજરાત કોરોનાના આંકડામાં ભારતમાં નંબર 2 પર છે. નંબર એક પર મહારાષ્ટ્ર અને નંબર 2 ગુજરાતનો છે.