આવતીકાલથી આઈપીએલની નવી સિઝન શરુ થઈ રહી છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને એક વિડિયો બદલ ટ્રોલ થવાનો વારો આવ્યો છે. બુમરાહ ઈઝ બેક, શિર્ષક હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે મુકેલા વિડિયોમાં બુમહારને ગાડીમાંથી ઉતરતો જોઈ શકાય છે. તે ગાડીમાંથી ઉતરે છે ત્યારે હાજર સિક્યુરિટી ગાર્ડ તેને જોઈને પહેલા નમસ્તે કરે છે અને બાદમાં બુમરાહ સાથે હાથ મિલાવવા માટે હાથ આગળ કરે છે. જોકે બુમરાહ સિક્યુરિટી ગાર્ડ સાથે હાથ મિલાવ્યા વગર જ આગળ વધી જાય છે. વિડિયોમાં આ દ્રશ્ય સોશ્યલ મીડિયા યુઝર્સને પસંદ આવ્યુ નથી. લોકો તેના પર જાત જાતની કોમેન્ટ કરી રહ્યા છે.

