યુનિ.એ ચૂંટણીના બહાને ‘શહીદોને શ્રદ્ધાંજલિ’ કાર્યક્રમ પર રોક લગાવી

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરીની સામે આવતીકાલ તા.૨૩મી માર્ચે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના ૮૮મી શહીદદિનની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. મહત્વની વાત એ કે દરવર્ષે આ પ્રકારે ભારતના આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે યુનિવર્સિટીએ ઇલેક્શનના બહાના હેઠળ આ કાર્યક્રમ યોજવા મનાઇ ફરમાવી દીધી છે. જોકે, આમ છતાં આ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી મક્કમતા દર્શાવવામાં આવતાં યુનિવર્સિટી સત્તાધીશોએ જે ગાર્ડનમાં આ કાર્યક્રમ યોજવાનો હતો ત્યાં પાણી ભરી દીધું હોવાની વિગતો બહાર આવી છે.