કોરોના ઈફેક્ટ : IPL 2020ના આયોજન પર સંકટના વાદળો ઘેરાઈ શકે

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પર સંકટના બાદળો ઘેરાવાના શરૂ થયા છે. એડવોકેટ જી એલેક્સ બેંઝિગરે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને કોરોના વાયરસને લીધે આઈપીએલનું આયોજન રદ કરવા માંગ કરી છે. એડવોકેટે પોતાની અરજીમાં અપીલ કરી છે કે હાઈકોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે તે બીસીસીઆઈને આઈપીએલનું આયોજન નહીં કરવાનું ફરમાન જારી કરે. આ વર્ષે 29 માર્ચ 24 મે દરમિયાન આઈપીએલ યોજાવાની છે. અખીલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (આઈએફએફ)એ મિઝોરમના પાટનગર આઈઝોલમાં યોજાનાર હીરો સંતોષ ટ્રોફી 2019-20ના ફાઈનલ રાઉન્ડ ટાળ્યો છે. આ મેચ 14થી 27 એપ્રિલે રમાવાની હતી.

આ મામલે જસ્ટિસ એમએમ સુંદ્રેશ અને કૃષ્ણન રામાસ્વામીની બેન્ચ 12 માર્ચના સુનાવણી કરશે. ભારતમાં બુધવાર સુધીમાં કોરોના વાયરસની લપેટમાં આવેલા લોકોની સંખ્યા 61 થઈ હતી. સરકાર તેમજ હેલ્થ એજન્સીઓ આ વાયરસને નાથવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. મંગળવારે દેશભરમાં 14 નવા કેસ સામે આવ્યા છે. જેમાં કેરળમાં આઠ, પુણે અને કર્ણાટકમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતા.

અરજદારે જણાવ્યું છે કે, ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ની વેસબાઈટ મુજબ કોરોના વાયરસની અત્યાર સુધી કોઈ દવા તૈયાર થઈ નથી અને તેને રોકવાનું કોઈ સાધન પણ નથી. દુનિયાભરમાં આ મોટું સંકટ બની ઉભરી રહ્યું છે અને ઝડપથી વ્યાપ વધી રહ્યો છે. ઈટાલી ફેડરેશન લીગ, જે દેશની સૌથી જૂની ફૂટબોલ ટૂર્નામેન્ટ છે, તે પણ કોરોના વાયરસથી પ્રભાવિત થઈ છે. ત્યાંની સરકારે એપ્રિલ સુધી તમામ ટૂર્નામેન્ટ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. આપણે આઈપીએલને લઈને કડક પગલાં લેવા જોઈએ.’