ચિદંબરમને 106 દિવસ જેલમાં રાખવા બદલો લેવા સમાન હતું: રાહુલ ગાંધી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

INX Media Caseમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને સુપ્રીમ કોર્ટે રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. પી. ચિદંબરમ ગુરુવારે સંસદના શિયાળુ સત્રમાં ભાગ લે એવી સંભાવનાઓ છે. જેની જાણકારી તેમના પુત્ર કાર્તિ ચિદંબરમે આપી હતી. જો કે આ દરમિયાન કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સરકાર વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, આશા છે કે ચિદંબરમ તેમની નિર્દોષતા સાબિત કરે. તેઓને 106 દિવસ જેલમાં રાખવા બદલો લેવા સમાન હતું. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે, જેની મને ખુશી છે.

બીજી તરફ મીડિયા સાથે વાતચીત કરતા પી. ચિદંબરમના પુત્ર કાર્તિએ જણાવ્યું કે તેઓ ગુરુવારે 11 વાગ્યે સંસદમાં આવશે.

74 વર્ષીય કોંગ્રેસ નેતા 21 ઓક્ટોબરથી કસ્ટડીમાં હતા. સીબીઆઇએ તેમની INX Media મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી.