લોકસભા ચૂંટણી 2019: આઝમખાને મર્યાદા ઓળંગી, જયાપ્રદા વિશે આપ્યું આવું નિવેદન

મુખ્ય સમાચાર રાજકીય

ઉત્તરપ્રદેશના રામપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાને આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી જયાપ્રદા અંગે અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું છે. તેણે જયાપ્રદા વિશે ટિપ્પણી કરવામાં તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે.

આઝમખાને રામપુરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, “આપણે જેને આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે જેને 10 વર્ષ સુધી તમારા પ્રતિનિધિ બનાવ્યા, તેની અસલિયત જાણવામાં તમને 17 વર્ષ લાગી ગયા. હું 17 દિવસમાં જ ઓળખી ગયો હતો કે તેમના અંદરનું અંડરવિયર ખાખી રંગનું છે.”