અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતી યુવતી પર ૪ શખસોએ દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કિડની પર ગંભીર અસર થતાં તેને હૉસ્પિટલમાં ખસેડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીના મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ આઠેક માસ અગાઉ તેને કૉલેજમાં એટીકેટી આવી હતી. જેથી તેના સંપર્કમાં હાર્દિક, અનિકેત, ચિરાગ અને રાજ નામના શખસો આવ્યા હતા. આ ચારે શખસોએ યુવતીને એટીકેટીનું ફોર્મ ભરી આપવા અને એટીકેટીમાંથી પાસ કરી આપવાની લાલચ આપી હતી.
યુવતીને પહેલી વખત કેફી પીણું પીવડાવી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુર્જાયો હતો. બાદમાં બ્લૅકમેલ કરી વારંવાર આરોપીઓએ ભેગા મળી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થતાં મામલો બહાર આવ્યો હતો.

