મેડિકલ અને ડેન્ટલ નથી પહેલી પસંદગી સ્ટુડન્ટ્સની, જાણો વધુ

ગુજરાત

પીજી મેડિકલ અને પીજી ડેન્ટલમાં હાલ ચાલી રહેલી ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. પ્રથમ રાઉન્ડને અંતે ૩૩૬ બેઠકો ખાલી રહી છે. જેમાં મેડિકલની ૨૪૦ અને ડેન્ટલની ૯૬ બેઠકો છે.

આ વર્ષે પીજી મેડિકલમાં ડિપ્લોમાની બેઠકો ડિગ્રીમાં કન્વર્ટ થતા ઘણી બેઠકો વધી છે પરંતુ બીજી બાજુ કોલેજોના ઈન્સપેકશનને લીધે સરકાર દ્વારા સરકારી કોલેજોના ઘણા પ્રોફેસરોને અન્ય જીએમઈઆરએસ કોલેજોમાં બદલી કરી મુકાતા પ્રથમ રાઉન્ડમાં ૨૫૦થી વધુ બેઠકોનો સમાવેશ થયો ન હતો.

આ વર્ષે ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકોને બાદ કરતા પીજી મેડિકલની ૧૪૦૦થી વધુ બેઠકો ૨૮૪૩ વિદ્યાર્થીઓ મેરિટમાં છે અને ડેન્ટલમાં ૨૫૦થી વધુ બેઠકો માટે ૨૯૭ વિદ્યાર્થીઓ મેરિટમાં છે. પ્રથમ રાઉન્ડની પ્રક્રિયામાં ગત પમીએ ઓનલાઈન સીટ એલોટમેન્ટ જાહેર કરાયુ હતુ અને જેમાં મેડિકલની ડિગ્રી-ડિપ્લોમાની કુલ ૧૧૫૮ બેઠકો પર અને ડેન્ટલની ૧૯૯ બેઠકો પર પ્રવેશ ફાળવાયો હતો.

પ્રથમ રાઉન્ડમાં મેડિકલની ૩૪ અને ડેન્ટલની ૧૫ બેઠકો પ્રવેશ ફાળવાયો ન હતો. પ્રથમ રાઉન્ડમાં એલોટમેન્ટ બાદ વિદ્યાર્થીઓએ ફી ભરીને હેલ્પ સેન્ટર પર રીપોર્ટિંગ કરાવી ૧૨મી સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવનો હતો.જે પ્રક્રિયા આજે પૂર્ણ થતા પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે.પ્રથમ રાઉન્ડના અંતે  મેડિકલની ૨૪૦ અને ડેન્ટલની ૯૬ બેઠકો ખાલી રહી છે.

મેડિકલમાં સૌથી મોટી અને જુની બી.જે.મેડિકલ કોલેજમાં રેડીયોલોજી,જનરલ સર્જરી તથા ગાયનેક સહિતની સારી બ્રાંચની મળીને ૭ જેટલી બેઠકો ખાલી રહી છે.૨૨મીએ ઓલ ઈન્ડિયા ક્વોટાની બીજો રાઉન્ડ પૂર્ણ થતા ત્યારબાદ સ્ટેટ ક્વોટાનો બીજો રાઉન્ડ શરૃ થશે.જેમાં પ્રથમ રાઉન્ડની ખાલી રહેલી તેમજ અગાઉ પ્રથમ રાઉન્ડમાં પ્રોફેસરોના અભાવે ઉમેરી ન શકાઈ બેઠકો તથા ઓલ ઈન્ડિયા ક્વોટામાંથી પરત મળનારી બેઠકો માટે પ્રક્રિયા થશે.