આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈના સકંજામાં આવેલા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને લઈને ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)દ્વારા પણ એક પછી એક ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે.
ઈડીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક સોગંદનામામાં કહ્યુ છે કે, ચિદમ્બરમ અને આ કેસના બીજા આરોપીઓના એક, બે નહી પુરા બાર દેશમાં બેન્ક એકાઉન્ટ છે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, બ્રિટિશ વર્જિન આઈલેડન્, ફ્રાંસ, ગ્રિસ, મલેશિયા, મોનાકો, ફિલિપાઈન્સ, સિંગાપુર, સાઉથ આફ્રિકા, સ્પેન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ દેશમાં તેમની પ્રોપર્ટીઓ પણ છે. બોગસ કંપનીઓ ઉભી કરીને આ બેન્ક એકાઉન્ટમાં નાણાની હેરાફેરી કરાતી હતી.
ઈડીએ તો ચિદમ્બરમને જામીન નહી આપવા માટે અપીલ કરતા એમ પણ કહ્યુ હતુ કે, ચિદમ્બરમ પૂરાવા સાથે છેડછાડ કરવા માટે અને આ કેસના સાક્ષીઓને પ્રભાવિત કરવા માટે પણ ધમપછાડા કરી રહ્યા છે. સાક્ષીઓની સુરક્ષા માટે પણ ચિદમ્બરમને જામીન ના મળે તે જરૂરી છે.