કોર્ટના આદેશ પછી નેપાળમાં લોકપ્રિય મલ્ટિપ્લેયર ઇન્ટરનેટ ગેમ ‘પબીજી’ પર પ્રતિબંધ મૂકાયો છે. આ પાછળનું કારણ એ છે કે આ ગેમ રમતા યુવાનો અને બાળકોના વર્તન પર નકારાત્મક અસર પડી રહી હતી. ત્યારે મીડિયામાં તેની જાણકારી આપવામાં આપવામાં આવી હતી.
જ્યારે નેપાળી મીડિયાના જણાવ્યા પ્રમાણે નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી દ્રારા તમામ ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને ગુરુવારે ‘પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ’ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી છે. જ્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધ કર્યા પછી જો આ ગેમ રમતા પકડાઈ જશો તો તેની ધરપકડ કરવામાં આવશે.
જ્યારે એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કાઠમંડુ જીલ્લા અદાલતમાં મેટ્રોપોલિટન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ગેમ રમતા બાળકોના વર્તન પર નકારાત્મક અસર થાય છે. ત્યારે તે બાબતને ગંભીર રીતે ધ્યાનમાં રાખીને કોર્ટે પબીજી પર પ્રતિબંધ મૂક્યો હતો.જ્યારે અદાલતની પરવાનગી મેળવ્યા પછી, ક્રાઇમ બ્રાંચે નેપાલ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (એનટીએ) એ રમત પર પ્રતિબંધ મૂકવા માટે એક પત્ર લખવા વિનંતી કરી હતી.
જ્યારે આ બાબાતે એનટીએનાં કાર્યકારી ચેરમેન પુરષોત્તમ ખાનાલે જણાવ્યું હતું કે, અમે તમામ ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને ક્રાઇમ શાખાના પત્રના આધારે રમત પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી છે.

