આશા પટેલ સાથે ઊંઝામાં મોટો દાવ થઈ ગયો, એવો દાવ કે ફરીથી કૉંગ્રેસ તરફ મંડાણ કરશે

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલને વધુ એક ઝટકો લાગ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના તમામ 13 સભ્યોએ ઘરવાપસી કરી છે. જેથી ઊંઝા તાલુકા પંચાયતમાં ફરી કોંગ્રેસના પ્રમુખ બને તેવા એંધાણ છે. આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના બળવાખોરોએ ઊંઝા તાલુકા પંચાયતમાં અપક્ષ પ્રમુખની નયુક્તિ કરી હતી. જેથી હવે ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની ખેંચતાણ શરૂ થઈ છે.

ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 13 સભ્યો અને ભાજપના એક અને અપક્ષના 4 સભ્યો ચૂંટાયા હતા. અપક્ષના ઉમેદવારને પ્રમુખ બનાવ્યા બાદ કોંગ્રેસના સભ્યો ફરીવાર કોંગ્રેસમાં આવ્યા છે. જેમણે આવનારા સમયમાં કોંગ્રેસને ટેકો આપવાનો દાવો કર્યો છે.