દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં અચાનક પલટો,વલસાડ-વાપીમાં કમોસમી ઝાપટા

ગુજરાત મુખ્ય સમાચાર

વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાકન પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો છે. વાપીમાં મોડી સાંજે ધીમી ધારે વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે પવન સાથે વરસાદ થતા લોકોને ગરમીમાં થોડીક રાહત થઈ છે. વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. જો કે આ વરસાદથી ખેડૂતોનાં પાકને નુકશાન જવાની ભિતી સેવાઇ રહિ છે.

વાપી પંથકમાં મોડી સાંજે ધીમો વરસાદ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની સંપુર્ણ શક્યતા છે. એક તરફ ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં આકરા તપ પડી રહ્યા છે. જો કે ચારે તરફ ગરમી અને ઉકળાટનાં વાતાવર વચ્ચે વરસાદી છાંટા પડતા વાતાવરણાં પણ બફારો જોવા મળ્યો હતો.

કેરીનો પાક લેતા ખેડૂતો અને આંબાવાડીનાં માલિકો માં કમોસમી વરસાદના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે. જો કે આ વરસાદથી ખેતીને નુકસાન થશે. તે વાત ચોક્કસ છે.