મોદીને વોટ આપવા છોડી દીધી લાખોના પગારની નોકરી, ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યો આ વ્યક્તિ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેટલાએ પ્રશંસક છે, પરંતુ એક પ્રશંસક એવો પણ છે, જેણે વોટ આપવા માટે ઓસ્ટ્રેલિયામાં સારી એવી નોકરી છોડી દીધી. આ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતો હતો અને વોટિંગ કરવા જવા માટે રજા ન મળી તો તેણે નોકરી છોડી વોટ આપવાનું ઉચ્ચીત સમજ્યું. જીહાં, કર્ણાટકના રહેવાસી સુધીન્દ્ર હેબ્બાર નામના આ વ્યક્તિએ એટલા માટે નોકરી છોડી, કેમ કે, પીએમ મોદીને તે પ્રધાનમંત્રી બનાવવા માંગે છે, અને એટલા માટે નોકરી છોડી ભારત આવી ગયો.

અંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અનુસાર, સુધીન્દ્ર હેબ્બાર સિડની એરપોર્ટ પર સ્ક્રિનિંગ ઓફિસર તરીકે કામ કરી રહ્યો હતો. જોકે, જ્યારે તેને વોટિંગ આપવા માટે રજા ના મળી તો, તેણે નોકરી છોડી દીધી. ઉલ્લેખનીય છે કે, સુધીન્દ્ર પીએમ મોદીને ફરી પ્રધાનમંત્રી બનતા જોવા માંગે છે, એટલા માટે તે નોકરી છોડી ભારત આવી ગયો.

સુધીન્દ્રનું કહેવું છે કે, મને 5 એપ્રિલથી 12 એપ્રિલ સુધીની રજા મળી હતી. હું આ રજાઓ વધારી શકતો ન હતો. અગામી દિવસોમાં ઈસ્ટર અને રમજાનના કારણે એરપોર્ટ પર ભારે ભીડ થવાની હતી. સાથે હું પણ કોઈ પણ પરિસ્થિતિમાં વોટ આપવાનું ઈચ્છોતો હતો. એટલે, મે રાજીનામું આપી દીધુ, અને ભારત આવવાનો નિર્ણય લીધો.