આજે સાંજે 5 વાગ્યે પ્રચારનાં પડઘમ શાંત, 23મીએ ગુજરાતની 26 સહિત દેશની 117 બેઠક પર મતદાન યોજાશે

ગુજરાત મુખ્ય સમાચાર

લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું. હવે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન થવાનું છે. જેથી ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત જશે. ત્રીજા તબક્કામાં 16 રાજ્યની 117 બેઠક પર 23મી એપ્રિલે મતદાન થવાનુ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત સૌથી વધુ કુલ બેઠકો પર મતદાન યોજાશે.

ત્રીજા તબક્કામાં 1,612 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી, અમિત શાહ, અનંતકુમાર હેગડે, સંબિત પાત્રા અન શશી શરૂરનું ભાવિ નક્કી થવાનું છે. ત્યારે આ તબક્કામાં ઉત્તરપ્રદેશમાં 10 બેઠકો પર થનારા મતદાનમાં ગઠબંધનની મજબૂતી સાથે પારિવારિક સંબંધોની પણ કસોટી થવાની છે. કેમ કે 10 બેઠકમાંથી 9 બેઠકો પર સપાના ઉમેદવાર મેદાનમાં છે. મુલાયમસિંહ યાદવ, સંતોષ ગંગવાર, આઝમ ખાન, જયાપ્રદા, વરુણ ગાંધી, શિવપાલ યાદવ જેવા દિગ્ગજોની પરીક્ષા થશે.