કિંજલ દવેનાં ફેન્સ માટે Good news,’ચાર-ચાર બંગડી’નાં કેસમાં મળી રાહત

ગુજરાત મુખ્ય સમાચાર

કિંજલ દવેનાં ફેન્સ માટે સારા સમાચાર છે. ચાર-ચાર બંગડીવાળી ગીત મુદ્દે થયેલા દાવામાં કોર્મિશયલ કોર્ટમાં કિંજલ દવેને રાહત આપી છે. કર્મિશયલ કોર્ટમાં દાવો ચલાવવા માટે જે ન્યૂનતમ વેલ્યુએશન નિશ્ચિત કરવામાં આવ્યું છે તે મુજબ આ વિવાદીત ગીતનું વેલ્યુએશન કરવામાં આવ્યું ન હોવાથી આ કોર્ટની હદ ન લાગતી હોવાની કિંજલ દવેની રજૂઆત ગ્રાહ્ય રાખી છે અને કાર્તિક પટેલનો દાવો ફગાવ્યો છે.

આ પહેલાં મૂળ ગુજરાતના અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા અને કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલે આ મામલે કોપીરાઈટના ભંગનો કેસ કર્યો હતો. પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે આ ગીત મૂળ તેમણે લખ્યું છે. તેમાં થોડા ફેરફાર કરીને કિંજલ દવેએ ફરીથી બનાવ્યું છે.

ત્યાર બાદ કોમર્શિયલ કોર્ટે કોપીરાઇટ ભંગના કેસને ગ્રાહ્ય રાખી તેને યૂ-ટ્યૂબ સહિત સોશિયલ પ્લેટફોર્મ્સ પરથી હટાવી લેવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં તેને પર્ફોર્મ નહીં કરવાનો પણ આદેશ આપ્યો હતો. 5મી જાન્યુઆરીએ બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ કિંજલ દવેએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો અને હાઈકોર્ટે તેને આ સોંગ ગાવાની છૂટ આપી હતી.