UN:જળવાયુ પરિવર્તન પીએમ મોદીની હૂંકાર, વાત કરવાનો સમય ખતમ- વિશ્વએ કામ કરવાની જરુરત છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકાના હ્યૂસ્ટનમાં Howdy Modi કાર્યક્રમના બીજા દિવસે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કર્યું. જળવાયુ પરિવર્તન જેવા મહત્વના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, હવે વાત કરવાનો સમય વિતી ચૂક્યો છે. હવે સમય છે આ મુદ્દે ગંભીર બનવાનો અને વિશ્વસ્તરે કાર્યરત થવાનો.

આ પહેલા તેમણે જણાવ્યું કે આ સુખદ સંયોગ છે કે ન્યૂયોર્કની મુલાકાત દરમિયાન મારી પહેલી સભા ક્લાઇમેટ ચેન્જ પર થઇ રહી છે. સમગ્ર દુનિયા સામે આ ગંભીર પડકાર છે પરંતુ આ વાત સ્વીકારવી પડશે કે આ માટે પૂરતા પ્રયત્ન નથી થઇ રહ્યા.

સંયુક્ત રાષ્ટ્રને સંબોધતા તેમણે જણાવ્યું કે, કુદરતનું સન્માન અને પ્રાકૃતિક સ્ત્રોતોની સુરક્ષા આપણી પરંપરા અને વર્તમાન નીતિનો ભાગ છે. લાલચ નહી પરંતુ જરુરતો પૂરી કરવાનો અમારો સિદ્ધાંત છે. તેથી જ ભારત આજે આ વિષય પર માત્ર વાત નથી કરી રહ્યું, પરંતુ વ્યવહારિક વિચારધારા અને રોડમેપ સાથે આવ્યું છે. અમે ભારતમાં ફ્યુઅલમાં નોન ફોસિલ ફ્યુઅલનો ભાગ વધારી રહ્યા છીએ. 2022 સુધી નવીનીકરણ ઉર્જાને ભારત 170 ગીગાબાઇટ સુધી લઇ જઇ રહ્યું છે. ઉપરાંત પેટ્રોલ-ડીઝલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ અને વાહનવ્યવહારમાં ઇલેક્ટ્રિટ વાહનોનો ઉપયોગ વધે તેનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

ભારતના યથાગ પ્રયત્ન વિશે જણાવતા પીએમ મોદીએ જણાવ્યું કે, ભારતે વોટર કન્ઝર્વેશન અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે મિશન જલશક્તિ લોન્ચ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ ભારતની આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ 80 દેશો સાથે જોડાઇ ચૂકી છે. તેમણે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રની બિલ્ડીંગ પર ભારત તરફથી લાગેલી સોલર પેનલનું ઉદઘાટન કરીશું. હવે વાત કરવાનો સમય વિતી ગયો, હવે દુનિયાએ કામ કરવાની જરુર છે.