ગુજરાતમાં હવે ‘બુર્જ ખલિફા’ : 100 માળની ઇમારતોને મંજૂરી

ગુજરાત મુખ્ય સમાચાર

બિલ્ડરો અને ડેવલપર્સ ઇચ્છે તો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 50-50 મજલાની આઈકોનિક બિલ્ડિંગ બાંધવાની ખાસ કિસ્સામાં છૂટ આપવામાં આવશે.

બીજી તરફ નવ મીટરથી નાના રસ્તાઓ ધરાવતા વિસ્તારોમાં બંગલાથી મોટી ઇમારતો બાંધવાની એટલે કે ત્રણ કે ચાર માળની ઇમારતો બાંધવાની પણ છૂટ ન આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. નવ મીટરથી ઓછી પહોળાઈના રોડ ધરાવતા વિસ્તારમાં ડીડબ્લ્યુ – 1 અને ડીડબ્લ્યુ-2 કેટેગરીમાં મકોનોની ઊંચા 10થી 112 મીટર જ રાખી શકાશે. ગુજરાતના તમામ ડેવલપર્સને 45 મીટરની પહોળાઈ ધરાવતા રસ્તાની બંને બાજુઓ 4ની એફએસઆઈ આપવાની ગ્રોથ એમ્બેસેડર સમિટ-2019માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 40 શહેરના 3000થી વધુ બિલ્ડર ડેવલપર્સની ઉપસિૃથતિમાં કરેલી જાહેરાતને પરિણામે અમદાવાદના 45 મીટરના રસ્તાઓ ધરાવતા પ્રહલાદનગરમાં હોવાથી તેની બંને તરફ 200 મીટરના વિસ્તારમાં 70 મીટર ઊંચી ઇમારતો બાંધવાની છૂટ મળશે.20 મજલાની ઇમારતોની આસાનીથી છૂટ મળશે. તેમ જ અમદાવાદના વિકસી રહેલા શૈલા, શીલજ અને ઘૂમા વિસ્તારમાં પણ 45 મીટરથી મોટા રસ્તા પાડવામાં આવ્યા હોવાથી આ વિસ્તારોમાં પણ 4ની એફએસઆઈ મળતા હાઈરાઈઝ બિલ્ડંગો બાંધી શકાશે. અમદાવાદમાં બીઆરટીએસના રૂટના રસ્તાઓ 45 મીટરના હોવાથી તેની બંને તરફના વિસ્તારમાં 4ની એફએસઆઈ મળશે.આ જ રીતે 36 મીટરથી 45 મીટર સુધીના રસ્તા હશે ત્યાં 3.6ની એફએસઆઈ આપવામાં આવશે. આ નવી જોગવાઈને પરિણામે વડોદરા, ગાંધીનગર, સુરત અને રાજકોટના ઘણાં વિસ્તારોને આ જોગવાઈનો ખાસ્સો લાભ મળશે એમ આ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે. ગાંધીનગરમાં મોટા ભાગના રસ્તાઓ 36થી 45 મીટર કે 45 મીટરથી મોટા છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતને સ્લમ મુક્ત – ઝુપડપટ્ટી ન ધરાવતા રાજ્ય તરીકે વિકસાવવું છે. 2022 સુધીમાં સૌને આવાસ મળે તેવી સુવિધા કરવાનો પણ આ આયોજન પાછળનો ઇરાદો છે.
તદુપરાંત ફાયરસેફ્ટીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના તમામ વિસ્તારો માટે અલગ અલગ રેગ્યુલેશન નહિ એક જ જીડીસીઆર તૈયાર કરીને તમામ બિલ્ડરો-ડેવલપર્સને એક સમાન નિયમો અને નિયંત્રણો લાગુ પડે તેવી જોગવાઈ દાખલ કરી દેવામાં આવી છે.નવા જીડીસીઆરને પરિણામે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સુવિધા બિલ્ડરો અને ડેવલપર્સને મળશે. હવે જીડીસીઆર પ્રમાણે કયા વિસ્તારમાં શુ થઈ શકે છે તેને સમગ્ર ગુજરાતના બિલ્ડર્સને ખ્યાલ આવી જશે. તેથી અત્યારના જેવી દુવિધાનો સામનો તેમણે કરવો પડશે નહિ. કારણ કે કઈ કેટેગરીમાં કેટલું બાંધકામ કરવાની છૂટ મળશે તે અંગે નવા જીડીસીઆરમાં સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.
કોમન સુવિધાની જગ્યા એફએસઆઈંમાં નહિ ગણાય
નવી બાંધવામાં આવતી ફ્લેટની સ્કીમમાં ગાર્ડન, જિમ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા અને તેના જેવી ઇતર સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવેલી જગ્યાને એફએસઆઈમાં ગણતરીમાં લેવામાં આવશે નહિ. તેમની આ જાહેરાતને પરિણામે બિલ્ડરો-ડેવલપર્સને વેચવા માટેની વધી જગ્યા બાંધવાનો અવકાશ મળશે.
4 મહાનગરમાં 36-45 મીટરના રસ્તા પર 3.6ની એફએસઆઈ
ડી-1ની કેટેગરીમાં મૂકવામાં આવેલા અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર શહેરના 36થી 45 મીટર સુધીના રસ્તાઓની બંને તરફ બાંધવામાં આવનારા મકાનો માટે 3.6ની એફએસઆઈ આપવામાં આવશે. રસ્તાની બંને બાજુએ 200 મીટર સુધીના વિસ્તારમાં બેઝ એફએસઆઈ 1 કે તેનાથી વધુ હોય તો તેવા સંજોગોમાં બાકીની 5 એફએસઆઈ ચાર્જેબલ બનશે.
નોન ટી.પી. વિસ્તારમાં 2500 મીટર સુધીના પ્લોટમાં શૂન્ય કપાત
નોન ટી.પી. વિસ્તારમાં 2500 ચોરસ મીટર સુધીના પ્લોટ હશે અને તેમાં અગાઉથી પ્લાન મંજૂર કરાવી લીધા હશે તો તેમના કિસ્સામાં જમીનમાં કોઈપણ જાતની કપાત કરવામાં આવશે નહિ.
મુખ્યમંત્રીએ કરેલી મહત્વની જાહેરાત

  • ટી.પી.ના કામ વરસોના વરસ સુધી નહિ ચલાવવામાં આવે. ટૂંકા ગાળામાં ટી.પી.ના કામ પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો
  • ડી-2 કેટેગરીમાં આવતા ભરૂચ, જૂનાગઢ, જામનગર અને ભાવનગરમાં પણ 3.6થી 4ની એફએસઆઈ આપવાનો માર્ગ મોકળો થયો
  • ઇન્ડસ્ટ્રીઝ માટે નાના પ્લોટમાં માર્જિન ઘટાડીને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું
    માર્જિનમાં વોટર હાર્વેસ્ટિંગના ભાગરૂપે માર્જિનાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા ટાંકી બનાવવી પડશે.
  • 100થી વધુ ફ્લેટની સ્કીમમાં ઘરકામમાં વપરાયેલા પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ નાખી તે પાણીને રિસાઈકલ કરી ઉપયોગમાં લેવું પડશે.
  • રેસિડેન્શિયલ ઝોન-3માં એજ્યુકેશનની ચાર્જેબલ -9 માટે 2 અને 1 એફએસઆઈ મળી કુલ 12ની એફએસઆઈ અપાશે
  • હોલોપ્લિનૃથમાં ઇલેક્ટ્રિક મીટર રૂમ માટે 50 ચોરસ મીટરનો એરિયા ઉપરાંત મિકેનિકલ ઇલેક્ટ્રિક અને પ્લમ્બિગ તથા એર હેન્ડલિંગ, ફાયર ઇક્વિપમેન્ટ માટેનો એરિયા એફએસઆઈમાંથી બાદ અપાશે.
  • એર કન્ડિશનિંગ માટે વપરાયેલો વિસ્તાર, ડબલહાઈટ અને ફોયર એફએસઆઈમાંથી બાદ મળશે
  • વડોદરામાં ડીડબ્લ્ય અને 1ડીડબ્લ્ય ઓલ્ટરેશનના કિસ્સામાં ટેનામેન્ટ ટાઈપના મકાનમાં બાંધકામમાં એડિશન 2 મુજબ 1મીટર સેલબ લેવલ સુધી બાલ્કની પ્રોજેક્શન મળશે.

ચાર્જેબલ એફએસઆઈ થકી થનારી આવકના 50 ટકા સ્થાનિક સત્તામંડળના જાહેર કામમાં વપરાશે
ઘરનું ઘર બનાવવાનું ગુજરાતના દરેક નાગરિકનું સપનું સાકાર થાય તે માટે ગામતળ એક્સટેન્શનમાં બેઝ – પાયાની મળતી એફએસઆઈ ઉપરાંત વધારાની ચાર્જેબલ એફએસઆઈ 0.6ની આપવામાં આવશે. આ ચાર્જેબલ એફએસઆઈ થઈ સરકારને થનારી આવકમાંથી 50 ટકા રકમ જે તે સૃથાનિક સંસૃથાને તેના જાહેર હેતુના કામ પૂરા કરવા માટે ફાળવી દેવામાં આવશે. નગર પાલિકાના ડી-8ની કેટેગરીમાં આવતા અન્ ગ્રામ્ય વિસ્તારના ડી-10ની કેટેગરીમાં આવતા વિસ્તારોમાં બેઝ એફએસઆઈ તરીકે 1, ચાર્જેબલ એફએસઆઈ તરીકે 6 તથા 8.1ની એફએસઆઈ મળીને થતી એફએસઆઈ આપવામાં આવશે.