ચિદમ્બરમને મળવા તિહાડ જેલ ગયા સોનિયા ગાંધી અને મનમોહન સિંહ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગના મામલામાં ઈડીએ કરેલી કાર્યવાહી બાદ હાલમાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણામંત્રીને મળવા માટે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે તિહાડ જેલ પહોંચ્યા હતા.

તેમની સાથે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ હતા.એ પછી પી ચિદમ્બરમે પીએમ મોદીના ભાષણ પર ટોણો મારતા કહ્યુ હુત કે, ભારતમાં બેરોજગારી, કાશ્મીર બંધ અને મોબ લિન્ચિંગ, વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલવા સિવાય બધુ બરાબર છે.

ચિદમ્બરમે જેલમાં મળવા આવેલા સોનિયા ગાંધી અને મનમોહનસિહનો આભાર માનતા કહ્યુ હતુ કે, જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટી મજબૂત રહેશે ત્યાં સુધી હું પણ મજબૂત રહીશ.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ હ્યુસ્ટનની હાઉ ડી મોદી ઈવેન્ટમાં કહ્યુ હતુ કે, ભારતમાં બધુ બરાબર છે.આ નિવેદનની ચિદમ્બરમે પોતાના ટ્વિટમાં મજાક ઉડાવી હતી.

ચિદમ્બરમે આપેલા મેસેજના આધારે તેમના પરિવારે તેમના વતી આ ટ્વિટ કર્યુ હતુ.