ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

6 આઈપીએસ અધિકારીઓ અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહ સહિત 32 પોલીસ અધિકારીઓને ઍન્કાઉન્ટરના આ કેસોમાં ધરપકડ કરીને જેલહવાલે કરાયા હતા. ધરપકડ કરાયેલા મોટા ભાગના પોલીસોએ તેમના કાર્યકાળ દરમિયાન કોઈક તબક્કે ડી. જી. વણઝારા સાથે કે તેમના હાથ નીચે કામ કર્યું હતું. ઉત્તર ગુજરાતના વિચરતી અને વિમુક્ત જાતિમાં જન્મેલા વણઝારાને 1987માં આઈપીએસ તરીકે બઢતી મળી હતી. દારૂના અડ્ડા પર દરોડા અને હાઈવે પર લૂંટ કરતી ટોળકીઓ સામેની કાર્યવાહી બદલ તેમને પ્રમોશન મળ્યું હતું.

જોકે તેમનો ઝડપી ઉદય નરેન્દ્ર મોદી ગુજરાતમાં સત્તા ઉપર આવ્યા પછી થયો હતો.

હવે નિવૃત્ત થયેલા વણઝારાને એક કેસમાં છોડી મુકાયા છે, જ્યારે અન્ય ઘણા કેસોમાં તેઓ હજી પણ આરોપી છે. આઠ વર્ષ જેલમાં રહ્યા પછી 2015માં આખરે તેમને જામીન મળ્યા હતા.