લોકસભા ચૂંટણી 2019 : મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં? કેવી રીતે ચકાસશો?

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

જો આપની પાસે વોટર કાર્ડ હોય તો પણ મતદારયાદીમાં નામ ન હોય એવું બને. લોકશાહી વ્યવસ્થામાં દરેક મત અમૂલ્ય છે, પરંતુ અમુક સંજોગોને કારણે તમે મતાધિકારનો ઉપયોગ ન કરી શકો એવું પણ બની શકે. મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર એકસાથે મતદાન યોજાશે અને મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીપંચ સમયાંતરે મતદારયાદી બહાર પાડે છે, તેમાં આપનું નામ હોય તો પણ શક્ય છે કે કોઈ ભૂલને કારણે તમારું નામ બાકાત થઈ ગયું હોય.

દર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ચૂંટણીપંચ દ્વારા National Voters Service Portal પર મતદારયાદી અપલોડ કરે છે.

આથી પહેલાં તમે તમારું નામ અહીં ચેક કરી શકો છો.