ગોંડલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, નદીઓમાં ઘોડાપૂર

ગુજરાત મુખ્ય સમાચાર

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા આજ બપોર બાદ મેઘરાજા એ ગોંડલ પંથક માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના બંધિયા,ઘોઘાવદર,રામોદ, શ્રીનાથગઢ, કેસવાળા, મેતા ખંભાળિયા, ધરાળા, દેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. બેથી અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. અનેક નાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તાલુકાના અનેક ગામડાઓમાં ચેકડેમ ઓવરફ્લો થયા છે. વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઇ છે.

ભારે વરસાદના પગલે ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુર
ભારે પવન અને વીજળીના કડકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુર આવતા કેસવાળાના પાટિયા પાસે ગોંડલથી દેરડી, બગસરા, અમરેલીને જોડતો પુલ પરની ધાબી પર પાણી ફરી વળ્યું હતું. અને ધાબી પરથી 3થી 4 ફુટ જેટલું ઉપરથી પાણી પસાર થતું હતું. ગોંડલથી અમરેલી, દેરડી, બગસરા,તેમજ કેસવાળા, પટ ખીલોરી સહિતના ગામોએ જાવા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.