જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં મીનીબસ ખાઈમાં ખાબકી, 35ના મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સવારે 8:40 મિનિટે માર્ગ દુર્ઘટના ઘટી. કેશવન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી મીનીબસનું સંતુલન ખોરવાતા બસ ઉંડી ખાઈમાં પડી ગઈ. આ ઘટનામાં 35 લોકોના મોત નીપજ્યા છે જ્યારે લગભગ 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને રેસ્ક્યુ ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે.

ઈજાગ્રસ્ત મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દુર્ઘટના સ્થળ પર બચાવકાર્યમાં સ્થાનિક લોકોએ પણ પોલીસની મદદ કરી અને કેટલાક ફસાયેલા મુસાફરોને મીનીબસમાંથી બહાર નીકાળ્યા. અત્યારે દુર્ઘટનામાં મૃતકોની ઓળખ થઈ શકી નથી.

રિપોર્ટ અનુસાર મીનીબસ JK17- 6787 કેશવનથી કિશ્તવાડ જઈ રહી હતી. ત્યારે આ બસ શ્રીગિરી પાસે રસ્તા પરથી લપસી અને એક ઉંડી ખાઈમાં પડી ગઈ. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે બસ ઓવરલોડ હતી.