છેલ્લા 12 કલાકમાં 5ના મોત અને નવા 94 કેસ, રાજ્યમાં કુલ કોરોના વાયરસના 2272 કેસ

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે એ રીતે મહરાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતનો નંબર આવી ગયો છે અને મુંબઈ બાદ અમદાવાદનો. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજીના ગુજરાતમાં આંકડાકિય માહિતી આપી હતી.

  • ગુજરાતમા નવા કેસ 94
  • ગુજરાતમાં 12 કલાકમાં મોત 5
  • ગુજરાતમાં સાજા થયા 5

આરોગ્યવિભાગના અગ્રસચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 94 કેસ નોંધાયા છે. 5 લોકો સાજ થયા છે જ્યારે 5 લોકોનું મોત થયું છે. કુલ 2272 કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 95 પર પહોંચ્યો છે.

ક્યાં ક્યા નોંધાયા નવા કેસ

અમદાવાદના 61 કેસ, બોટાદના 21, રાજકોટ જિલ્લાનો 1, સુરત 17 કેસ, વડોદરા 8 કેસ અને અરવલ્લિના 5 કેસ એમ કુલ 94 કેસ પોઝિટિવ નોંધાયા છે. 2516 ટેસ્ટમાંથી 216 કેસ પોઝિટિવ આવ્યા હતા.

નવા 5 લોકોના મોત સાથે મોતનો આંકડો 95 પર પહોંચ્યો

અમદાવાદમાં 4 લોકોના મોત થયા છે જ્યારે વલસાડમાં એકનું મોત થયું છે.