શહેરની વી. એસ હોસ્પિટલમાં મૃતદેહ અદલાબદલી મામલે બંને મૃતદેહના પરિવારજનો મોડી રાતે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પોહચ્યા હતા. ઘોર બેદરકારી દાખવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોહચ્યા હતા. બંન્ને પરિવારજનો એ પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. અંતે લાંબી મથામણ બાદ પોલીસે બંન્ને પક્ષની અરજી સ્વીકારી હતી. પરંતુ બંન્ને પરિવારે હજુ સુધી મૃતદેહ સ્વીકાર્યો નથી. આજે બંને યુવતીઓના ફરીથી પેનલ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વીએસ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મિત્તલ જાદવના પરિવાજનો નો આક્ષેપ. વીએસ હોસ્પિટલના બેદરકાર લોકો સામે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરાયો છે. બે કલાક બેસાડી રાખ્યા બાદ ફરિયાદ નથી લીધી. તપાસ કરીને ફરિયાદ લેવાનું કહી પોલીસ ગોળ ગોળ ફેરવે છે. નસરિન અને મિત્તલ ના પરિવારજનો પોલીસની કામગીરીથી નારાજ છે. પોલીસે માત્ર અરજી જ લીધી છે.