અમેરિકામાં મોતનું તાંડવ: એક દિ’માં ૨૭૦૦ લોકોએ જીવ ગુમાવ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેસની સંખ્યા આઠ લાખને પાર, કુલ ૪૪૮૪૫ના મોત

કોરોના વાયરસનો કહેર આમ તો આખી દુનિયામાં વ્યાપી ગયો છે પરંતુ અમેરિકામાં તેનું સૌથી વધુ વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કોરોના કહેરથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં કોવિડ-૧૯ મહામારીથી દરરોજ મોતનો નવો રેકોર્ડ બની રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસને કારણે ૨૭૫૧ લોકોના મોત નિપયા છે.

જોન ઓપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં કોવિડ-૧૯ મહામારીના અત્યાર સુધી ૮,૦૦,૦૦૦ કેસ સામે આવ્યા છે અને કુલ ૪૪૮૪૫ લોકો જીવ ગુમાવી ચૂકયા છે. અંદાજે ૪૦,૦૦૦ નવા કેસ સોમવાર અને મંગળવાર વચ્ચે એક જ સમયે નોંધાયા છે.

વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી વિશ્ર્વના મોટાભાગના દેશોમાં કોરોનાએ ૧.૭૭ લાખ લોકોના જીવ હણી લીધા છે અને કુલ દર્દીઓની સંખ્યા ૨૫.૨૯ લાખે પહોંચી ગઈ છે. સત્તાવાર આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાયરસથી કુલ ૨૫,૨૯,૪૮૧ લોકો પીડાઈ રહ્યા છે અને મોતને ભેટનારા લોકોની સંખ્યા ૧,૭૪,૬૫૫ થઈ છે