જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને રદ કરવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકાર વામાં આવી છે. અરજીમાં આર્ટિકલ 370ને હટાવવા માટે રાષ્ટ્રપતિના આદેશની અધિસુચનાને બંધારણની મૂળભાવના વિરોઘી કહેવામાં આવ્યું છે.
સુપ્રીમકોર્ટમાં દાખલ કરવાં આવેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે આર્ટિકલ 370 રદ કરવા માટે કરવામાં આવેલો સુધારો ગેરબંધારણીય છે. સરકાર પોતાની મનમાની અને ગેરબંધારણીય રીતે કાર્યવાહી કરે છે. હવે આ જમ્મુ કાશ્મીરના ધારાસભ્યોના જવાબ પછી જ નક્કી કરી શકાય છે.
અરજીમાં માંગ કરવાં આવી છે કે આ આદેશને ગેરબંધારણીય ઠેરવીને રદ જાહેર કરવામાં આવે. આ અરજીને વકીલ મનોહરલાલ શર્માએ સુપ્રીમમાં દાખલ કરી છે.
આર્ટિકલ 35-એ સાથે જોડાયેલી જરૂરી બાબતો
આર્ટિકલ 35-એ બંધારણનું એ આર્ટિકલ છે જેમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાને લઈને જોગવાઈ કરવામાં આવે છે. તેઓ રાજ્યમાં સ્થાયી લોકો માટે નિર્ણય લઇ શકે છે.
– 14 મે,1954ના દિવસે રાષ્ટ્રપતિ ડો રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ દ્વારા એક નવો આર્ટિકલ 35-એ જોડી દેવામાં આવ્યો હતો. આર્ટિકલ 370 અંતર્ગત આ અધિકાર આપવામાં આવ્યો છે.
વર્ષ 1956માં જમ્મુ કાશ્મીરનું બંધારણ ઘડાયું હતું જેમાં સ્થાયી નાગરિકતાને લાગુ કરવામાં આવ્યું હતું.

