Article-370: લોકસભામાં ઓવૈસીએ કહ્યું, હિમાચલ પ્રદેશમાં જમીન ક્યારે ખરીદી શકાય છે?

મુખ્ય સમાચાર રાજકીય

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 અને ધારા-35 એ હટાવવાને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. આ ઘટના બાદ હિમાચલની ધારા-118ને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. લોકસભામાંમાં મંગળવારના રોજ જમ્મુ કાશ્મીર પુર્નગઠન બિલની ચર્ચા દરમિયાન અસરુદ્દીન ઓવૈસીએ એક સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે શું હું હિમાચલમાં એગ્રીકલચર લેન્ડ ખરીદી શકું છું?

ધારા-118 અંતર્ગત હિમાચલમાં કૃષિ યોગ્ય જમીન ખરીદી શકાથી નથી. હિમાચલની બહારની રહેતા લોકોને આ જમીન ખરીદવાની પરવાનગી નથી. હિમાચલમાં કોમર્શિયલ ઉપયોગ માટે જમીન લીઝ પર ખરીદવામાં આવી શકે છે પરંતુ આના શરતો અને નિયમ છે.

હિમાચલના નિર્માતા અને પ્રદેશના સૌથી પહેલા મુખ્યમંત્રી એવા યશવંતસિંહ પરમારે એક કાયદો બનાવ્યો હતો. હિમાચલ પ્રદેશ ટેન્સી એન્ડ લેન્ડ રિફોર્મ્સ એક્ટ 1972માં વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. એક્ટના 11માં ભાગમાં કંટ્રોલ ઓન ટ્રાન્સફર ઓફ લેન્ડ નામની કલમ-118 અંતર્ગત “ગૈર-કૃષિકો”ને જમીન વેચવા માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.