મુખ્યમંત્રી રૂપાણીએ ફેમેલી તબીબ સાથે ટેલીફોનિક વાતચીત કરી, આ મામલે માંગી સલાહ

ગુજરાત મુખ્ય સમાચાર

ગાંધીનગર ખાતે ગઈકાલે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય (cm) ઈમરાન ખેડાવાલા સાથે બેઠક કરી હતી..બેઠક (cm)દરમિયાન ઈમરાન ખેડવાલાએ માસ્ક પહેર્યો નહતો જોકે બેઠક પહેલા ગઈકાલે સવારે ઈમરાન ખેડાવાલાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો..અને સાંજે ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ ફેમેલી તબીબ સાથે ટેલીફોનિક વાતચીત કરી

મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના ફેમિલી તબીબ સાથે ટેલિફેનિક વાત કરી હતી. રાજકોટ સ્થિત ફેમેલી તબીબ સાથે ટેલિફોનિક વાત કરી હતી.મુખ્યમંત્રી રૂપાણીએ રાત્રી દરમિયાન વાતચીત કરી હતી. અને તેમણે ઈમ્યુનિટી પાવર કેવી રીતે વધારવા તે અંગે કરી વાતચીત બેઠક દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાથી આશરે 15થી 20 ફૂટના અંતરે બેઠા હતા..અને નજીકના સંપર્કમાં આવ્યા નથી તેવો સીએમના સચિવે દાવો કર્યો છે.પરંતુ મુખ્યપ્રધાન મેડિકલ તજજ્ઞોની સલાહ મેળવીને તેમની સલાહને અનુસરશે.

સીએમ રૂપાણી, ઉપરાંત ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હતા હાજર

આ બેઠકમાં સીએમ રૂપાણી, ઉપરાંત ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ ગ્યાસુદીન શેખ,શૈલેષ પરમાર પણ ઉપસ્થિત હતા..ત્યારે તમામને હોમ ક્વોરન્ટીન કરવા કે નહી તે અંગે નિર્ણય કરવામાં આવશે. સીએમ રૂપાણીએ પોતાની તમામ બેઠકો અને મુલાકાતો મુલત્વી કરી દીધી .