ઓડિટિંગ ફર્મ પ્રાઈસ વોટર હાઉસ એન્ડ કંપની (પીડબ્લુસી)એ તાજેતરમાં અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સના સ્ટેટયુટરી ઓડિટર પદથી રાજીનામું આપ્યું છે. ઓડિટર પ્રાઈસ વોટરહાઉસે કંપનીના ફાઈનાન્શિયલ ડોક્યુમેન્ટ ઉપર આપત્તિ દર્શાવી હતી અને તેમણે તે આપત્તિઓના યોગ્ય જવાબ નહિં મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પીડબ્લુસી ઓડિટરે જણાવ્યું કે, ઓડિટર કમિટીની બેઠક યોગ્ય સમયે બોલાવવામાં આવી નથી. કંપનીઓ કહ્યુ કે, તે ઓડિટિંગ કંપની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. પીડબ્લુસીના અનુસાર, કંપનીના કેટલાક નિર્ણયથી તેમણે ઓડિટર તરીકે કામ કરવુ મુશ્કેલ થયુ હતું. આ ઉપરાંત ઓડિટરે કહ્યું કે, તેને સ્વતંત્ર રીતે કાર્ય કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
તેથી તેમણે ઓડિટર તરીકે અનિલ અંબાણીની બે કંપનીઓમાંથી રાજીનામું આપ્યું છે. આ મુદ્દે રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સે કહ્યું કે, તેઓ પીડબ્યુસી દ્વારા આપવામાં આવેલા કારણોથી સંમત નથી. કંપનીએ ઓડિટિંગ ફર્મ પીડબ્યુસીના બધા જ પ્રશ્ન અને લેટર્સનો જવાબ આપ્યો છે તથા ઓડિટર કમિટીની બેઠક પણ બોલાવી હતી.
અનિલ અંબાણી ઉપર લગભગ રૂ. એક લાખ કરોડનું ઋણ ઉલ્લેખનીય છે કે, અનિલ અંબાણીના નેજા હેઠળના રિલાયન્સ ગ્રૂપ ઉપર આશરે રૂ. એક લાખ કરોડનો દેવો છે. અનિલ અંબાણીએ પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યુ હતુ કે, તેમના ગ્રૂપે છેલ્લે ૧૪ મહિનામાં લગભગ રૂ.૩પ હજાર કરોડના દેવાની ચુકવણી કરી છે.

