રાજ્યમાં વાયુ વાવઝોડુ ફંટાયુ હોવાનો દાવો ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ દ્વારા કરવામા આવી છે. એજન્સીનો દોવા છે કે, વાયુ વાવઝોડું ઓમના તરફ આગળ વધી રહ્યુ છે. જેથી વાયુની દિશા બદલાઈ છે. જેથી રાજ્યમાં વાયુ વાવઝોડીની અસર ઓછી નહીં વર્તાય. પરંતુ રાજ્યના દરિયા કાંઢાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વાયુ વાવાઝોડાના કારણે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી. ત્યારે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ઉદભવેલાં વાયુ વાવાઝોડાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે જેના કારણે વાવાઝોડાની ગતિમાં વધારો થયો છે જેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે નુકશાન થવાની દહેશત સવાઇ રહી છે. ઝીરો ટોલરન્સ- ઝીરો કેજ્યુલિટીના નિર્ધાર સાથે રાજ્ય સરકાર સજ્જ બની છે.
ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમમાં જઇને સ્થિતીની સમિક્ષા કરી હતી. આ ઉપરાંત અધિકારીઓ સાથે પણ બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની સ્થિતી પર નજર રાખી રજેરજની માહિતી મેળવી રહ્યાં છે.
વાયુ વાવાઝોડુ પૂરઝડપે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહ્યુ છે. વાવાઝોડાની ગતિમાં વધારો થતાં સરકારે સતર્કતા દાખવી દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તાર પર ચાંપતી નજર રાખી લોકોનુ સ્થળાંતર કરાવ્યુ છે. બુધવારની મોડી રાત્રે અઢી વાગે વાયુ વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશે તેવી સંભાવના છે. વાવાઝોડાની ગતિ ૧૫૦થી માંડીને ૧૬૫ કીમીની ઝડપ હોવાથી વિનાશ વેતરે તેવી શક્યતા જોવાઇ રહી છે.આ જોતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકોને સ્થળાંતરમાં સહકાર આપવા અને સલામત સ્થળે જવા અપીલ કરી છે.

